GCSR 2002: મિશન Jr. Clerk
પરિચય: GCSR (નોકરીની સામાન્ય શરતો)
ગુજરાત સરકાર દ્વારા મુંબઈ મુલ્કી સેવા નિયમોના સ્થાને ૧૫ નવેમ્બર, ૨૦૦૨ થી ગુજરાત મુલ્કી સેવા નિયમો, ૨૦૦૨ (GCSR) અમલમાં મૂકવામાં આવ્યા. આ નિયમોનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા નાણા વિભાગ (Finance Department) ની છે.
પરીક્ષાલક્ષી નોંધ: કોઈપણ નિયમમાં છૂટછાટ આપવાની સત્તા 'નાણા વિભાગ'ની પૂર્વસંમતિ વિના વાપરી શકાતી નથી.
પ્રકરણ 2: વારંવાર પૂછાતી વ્યાખ્યાઓ
ફરજ (Duty)
- અજમાયશી (Probationer) તરીકેની નોકરી.
- હાજર થવાનો સમય (Joining Time).
- અધિકૃત તાલીમ કે શિક્ષણ માટે ગાળેલ સમય.
- ફરજિયાત ખાતાકીય પરીક્ષા આપવા જવાનો/આવવાનો સમય.
કુટુંબ (Family)
- સાથે રહેતા પત્ની/પતિ, ઔરસ કે દત્તક બાળકો.
- પૂર્ણતઃ આશ્રિત માતા-પિતા, બહેનો, સગીર ભાઈઓ.
- પૂર્ણતઃ આશ્રિતની શરત: તમામ સ્ત્રોતથી પેન્શન સહિત માસિક આવક રૂ. ૫૦૦ થી વધુ ન હોવી જોઈએ.
- એક કરતાં વધુ પત્નીનો સમાવેશ થતો નથી.
માનદ્વેતન (Honorarium) vs ફી (Fee)
- માનદ્વેતન: એકત્રિત ફંડમાંથી પ્રાસંગિક/વિશિષ્ટ કાર્ય માટે અપાતું મહેનતાણું.
- ફી: એકત્રિત ફંડ સિવાયના અન્ય સ્ત્રોત દ્વારા મેળવેલ આવક.
મહિનો (Month)
- અંગ્રેજી કેલેન્ડર મુજબનો મહિનો.
- ગણતરી: પ્રથમ પૂરા મહિનાની ગણતરી થાય, વધતા દિવસો અલગથી ગણાય. (દા.ત. 30 જાન્યુઆરીથી 2 માર્ચ = 1 માસ અને 4 દિવસ).
પ્રકરણ 3: નોકરીની સામાન્ય શરતો
વય મર્યાદા (Age Limit)
પેન્શનપાત્ર નોકરી માટે સામાન્ય રીતે ન્યૂનતમ ૧૮ વર્ષ અને મહત્તમ ૨૮ વર્ષ ની ઉંમર હોવી જોઈએ (અન્ય ભરતી નિયમો લાગુ ન પડતા હોય ત્યારે).
તબીબી પ્રમાણપત્ર (Medical Fitness)
કર્મચારીએ નિમણૂકની તારીખથી ૬ માસ પૂરા થાય તે પહેલાં અથવા કાયમી થતા પહેલા (બેમાંથી જે વહેલું હોય) તબીબી યોગ્યતાનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે. જો પ્રમાણપત્રમાં અયોગ્ય ઠરે અને અપીલ કરવી હોય તો 1 માસમાં અપીલ કરવી પડે.
ધારણાધિકાર (Lien)
કાયમી જગ્યા પર કાયમી ધોરણે નિમાયેલ કર્મચારીનો તે જગ્યા પરનો હક. કોઈપણ કર્મચારી એક જ સમયે બે જગ્યા પર ધારણાધિકાર ધરાવી શકે નહિ. જો કર્મચારીની અન્ય સંવર્ગ (બીજા ખાતા/વિભાગ) માં 3 વર્ષથી વધુ સમય માટે બદલી થાય તો તેનો ધારણાધિકાર 'મોકૂફ' (Suspend) રાખી શકાય છે.
હવાલો સોંપવો (Transfer of Charge)
હવાલાની લેવડ-દેવડ સામાન્ય રીતે મુખ્ય મથકે જ થવી જોઈએ. જો હવાલો સોંપવામાં એકથી વધુ દિવસ લાગે, તો અહેવાલમાં છેલ્લો દિવસ દર્શાવવો.
પ્રકરણ 4: સેવાપોથી (Service Book)
પરીક્ષાની દૃષ્ટિએ આ પ્રકરણ સૌથી વધુ ગુણભાર ધરાવે છે.
- સેવાપોથી હંમેશા બે નકલોમાં (Duplicate) રાખવામાં આવે છે. એક કચેરીના વડા પાસે અને બીજી કર્મચારી પાસે.
- દર વર્ષે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં સેવાપોથી અદ્યતન હોવાનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે.
- સેવાપોથીની વાર્ષિક ખરાઈ (Annual Verification) દર વર્ષે જાન્યુઆરી માસમાં કરવાની હોય છે.
- સેવાપોથીમાં કર્મચારીના ચારિત્ર્ય અંગેના પ્રમાણપત્રો (Character Certificates) સામેલ કરી શકાતા નથી (ખાતાના વડાની મંજૂરી સિવાય).
- નિવૃત્તિ, રાજીનામા કે છૂટા થવા પર સેવાપોથી કર્મચારીને પરત આપી શકાતી નથી.
જન્મ તારીખની નોંધ અંગેના ખાસ નિયમો (Rules of DOB):
1. માત્ર વર્ષ ખબર હોય: જો જન્મનું વર્ષ ખબર હોય પણ તારીખ અને મહિનો ખબર ન હોય તો ૧લી જુલાઈ જન્મ તારીખ ગણાય.
2. વર્ષ અને માસ ખબર હોય: જો વર્ષ અને મહિનો ખબર હોય પણ તારીખ ખબર ન હોય તો તે મહિનાની ૧૬મી તારીખ ગણાય.
3. અંદાજિત ઉંમર: જો કશું જ ખબર ન હોય અને મેડિકલ સર્ટિફિકેટ મુજબ ઉંમર નક્કી થાય, તો તે પ્રમાણપત્રની તારીખે તેટલા વર્ષ પૂરા થયા ગણીને જન્મતારીખ નક્કી થાય.
ફેરફાર માટેની સમયમર્યાદા:
સેવાપોથીમાં એકવાર જન્મ તારીખ નોંધાયા પછી, અજમાયશી સમયગાળો પૂરો થયા પછી અથવા પાંચ વર્ષની સળંગ નોકરી પછી (બેમાંથી જે વહેલું હોય) તેમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી (કારકુની ભૂલ સિવાય).
રાજીનામું (Resignation)
નોટિસ પિરિયડ (Notice Period)
- કાયમી કર્મચારી: ૧ માસની લેખિત નોટિસ.
- હંગામી કર્મચારી (> 1 વર્ષ): ૧ માસની નોટિસ.
- હંગામી કર્મચારી (< 1 વર્ષ): ૧ અઠવાડિયાની નોટિસ.
રાજીનામું ક્યારે અસ્વીકાર થાય?
- સરકારના લેણાં બાકી હોય.
- કર્મચારી ફરજમોકૂફી (Suspension) હેઠળ હોય.
- ખાતાકીય કે ફોજદારી તપાસ પડતર (Pending) હોય.
નોંધ: રાજીનામું અમલી બન્યા પછી તેને પાછું ખેંચી શકાતું નથી (ખાસ અપવાદ સિવાય).
