Type Here to Get Search Results !

Revision

JP Developer 2.0 0
GCSR 2002 - Master Revision (Jr. Clerk)

GCSR 2002: માસ્ટર નોટ્સ

ગુજરાત યુનિવર્સિટી - જુનિયર ક્લાર્ક વિશેષાંક

પરીક્ષા વ્યૂહરચના (Strategy)

પરીક્ષામાં GCSR ના પ્રશ્નો મોટાભાગે "આંકડાકીય માહિતી" (જેમકે કેટલા દિવસની રજા, કેટલા કિ.મી., પેન્શનની ટકાવારી) અને "વ્યાખ્યાઓ" પર આધારિત હોય છે. નીચે આપેલા હાઇલાઇટ કરેલા આંકડાઓ ગોખી લેવા.

૧. નોકરીની સામાન્ય શરતો (General Conditions)

વય મર્યાદા અને સર્ટિફિકેટ

  • ન્યૂનતમ ૧૮ વર્ષ અને મહત્તમ ૨૮ વર્ષ (સામાન્ય નિયમ).
  • નિમણૂક થયાના ૬ માસમાં તબીબી યોગ્યતાનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે.

રાજીનામાની નોટિસ (Resignation)

  • કાયમી કર્મચારી: ૧ માસ
  • હંગામી (>૧ વર્ષ): ૧ માસ
  • હંગામી (<૧ વર્ષ): ૧ અઠવાડિયું (7 દિવસ)

સેવાપોથી (Service Book) - IMP

  • સેવાપોથી બે નકલમાં (Duplicate) નિભાવવામાં આવે છે.
  • વાર્ષિક ખરાઈ (Verification) દર વર્ષે જાન્યુઆરી માસમાં થાય છે.
  • જન્મતારીખનો નિયમ: માત્ર વર્ષ ખબર હોય તો ૧લી જુલાઈ. વર્ષ અને માસ ખબર હોય તો ૧૬મી તારીખ ગણાય. જન્મતારીખમાં ફેરફાર ૫ વર્ષની સળંગ નોકરી પછી થઈ શકે નહિ.

૨. રજાના નિયમો (Leave Rules)

રજા એ હક નથી. મહત્તમ સળંગ રજા ૫ વર્ષ મળી શકે.

પ્રાપ્ત રજા (EL)

વર્ષના ૩૦ દિવસ (૧૫ જાન્યુ. + ૧૫ જુલાઈ). વધુમાં વધુ ૩૦૦ દિવસ જમા થાય. નિવૃત્તિ સમયે મહત્તમ ૩૦૦ દિવસનું રોકડમાં રૂપાંતર (Encashment) મળે.

અર્ધપગારી રજા (HPL)

વર્ષના ૨૦ દિવસ (૧૦ જાન્યુ. + ૧૦ જુલાઈ). જમા થવાની કોઈ મહત્તમ મર્યાદા નથી. ૨ HPL બરાબર ૧ રૂપાંતરિત રજા (પૂરા પગાર સાથે) મેડિકલ સર્ટિફિકેટ પર મળે.

પ્રસૂતિ રજા (Maternity)

મહિલા કર્મચારીને (૨ થી ઓછા હયાત બાળકો હોય). રજાની મુદત: ૧૮૦ દિવસ. કસુવાવડ/ગર્ભપાતમાં સમગ્ર નોકરી દરમિયાન ૪૫ દિવસ.

પિતૃત્વ રજા (Paternity)

પુરુષ કર્મચારીને પત્નીની પ્રસૂતિ સમયે. રજાની મુદત: ૧૫ દિવસ (પ્રસૂતિના ૧૫ દિવસ પહેલાથી ૬ માસ સુધીમાં).

૩. મુસાફરી ભથ્થાં (TA & DA)

  • દૈનિક ભથ્થું (DA): મુખ્ય મથકથી ૮ કિલોમીટરથી વધુ દૂર પ્રવાસ કરે ત્યારે જ મળે. જો રહેવા-જમવાની મફત સગવડ હોય તો DA ના દરમાં કાપ (1/4 મળે) આવે છે.
  • દિવસની વ્યાખ્યા: એક મધ્યરાત્રિથી શરૂ થઈ બીજી મધ્યરાત્રિએ પૂરો થતો સમય.
  • બદલી પ્રવાસ ભથ્થું (TTA): જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય અને ૬૦ દિવસમાં એક જ સ્થળે બદલી થાય, તો ફક્ત એકને જ ભથ્થું મળે. પરિવારે બદલીના 1 માસ પહેલા કે 6 માસ પછી સુધીમાં પ્રવાસ કર્યો હોય તો ભથ્થું મળે.
  • રજામાં ભથ્થું: પ્રવાસ દરમિયાન પ્રાસંગિક રજા (CL) સિવાયની કોઈ રજા લે તો DA કે PTA મળતું નથી. મુસાફરી હંમેશા સૌથી ટૂંકા માર્ગે થયેલી ગણાય.

૪. હાજર થવાનો સમય (Joining Time)

જાહેર હિતમાં બદલી થાય ત્યારે નવા સ્થળે હાજર થવા માટે અપાતો સમય.

જૂના અને નવા મથક વચ્ચેનું અંતર મળવાપાત્ર દિવસો
૧૦૦૦ કિ.મી. સુધી ૧૦ દિવસ
૧૦૦૦ થી વધુ પણ ૨૦૦૦ કિ.મી. સુધી ૧૨ દિવસ
૨૦૦૦ કિ.મી. થી વધુ (હવાઈ માર્ગે જાય તો મહત્તમ ૧૨ જ મળે) ૧૫ દિવસ

*નોંધ: જો કર્મચારી બપોર પછી (After Office Hours) ચાર્જ છોડે તો તે દિવસની ગણતરી હાજર થવાના સમયમાં થતી નથી. મહત્તમ ૩૦ દિવસ સુધી વધારી શકાય.

૫. પગાર અને ફરજમોકૂફી (Pay & Suspension)

ઇજાફો (Increment)

વાર્ષિક ઇજાફો મેળવવા માટે ૬ માસની ફરજ જરૂરી છે. જો કર્મચારી પે-સ્કેલની મહત્તમ ટોચે પહોંચે તો તેને સ્થગિતતા ઇજાફો (Stagnation Increment) મળે છે.

બઢતી (Promotion) સમયે કર્મચારીનો પગાર નિયમ-૧૧ મુજબ નવા સ્કેલના આગામી તબક્કે (Next Stage) નિયત થાય છે.

ફરજમોકૂફી (Suspension) અને નિર્વાહ ભથ્થું

ફરજમોકૂફી એ શિક્ષા નથી. સસ્પેન્ડ થયેલ કર્મચારીને પગારને બદલે નિર્વાહ ભથ્થું (Subsistence Allowance) મળે છે.

  • પ્રથમ ૬ માસ: અર્ધપગારી રજાના પગાર જેટલું (લગભગ 50%).
  • ૬ માસ પછી: જો ખાતાકીય તપાસમાં વિલંબ કર્મચારીને કારણે ન હોય તો ભથ્થામાં ૨૫% નો વધારો કરી શકાય.
  • જો વિલંબ કર્મચારીને કારણે હોય તો ૨૫% ઘટાડો કરી શકાય.
MOST IMP

૬. પેન્શન અને ગ્રેચ્યુઇટી (Pension Rules)

લઘુત્તમ સેવા: ૧૦ વર્ષ સ્વૈચ્છિક નિવૃત્તિ: ૨૦ વર્ષે (૩ માસની નોટિસ) વય નિવૃત્તિ: ૫૮ / ૬૦ વર્ષે

પેન્શનનું રોકડમાં રૂપાંતર (Commutation)

નિવૃત્તિ સમયે કર્મચારી પોતાના મૂળ પેન્શનમાંથી વધુમાં વધુ ૪૦% રકમનું એકસાથે રોકડમાં રૂપાંતર કરાવી શકે છે. આ રકમ ૧૫ વર્ષ પછી મૂળ પેન્શનમાં ફરી રિસ્ટોર થાય છે.

DCRG (ગ્રેચ્યુઇટી)

મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેચ્યુઇટી માટે ઓછામાં ઓછી ૫ વર્ષની અર્હક (Qualifying) સેવા જરૂરી છે. ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા (હાલના પગારપંચ મુજબ) રૂ. ૨૦ લાખ છે. (તે પગારના ૧૬.૫ ગણાથી વધુ ન હોવી જોઈએ).

૭. સરકારી રહેણાક (Quarters Rules)

  • ભાડાની કપાત: સરકારી મકાન ફાળવવામાં આવે ત્યારે કર્મચારીના મૂળ પગારના ૧૦% અથવા મકાનનું સ્ટાન્ડર્ડ ભાડું (બેમાંથી જે ઓછું હોય) તેટલી રકમ લાયસન્સ ફી તરીકે કપાય છે. સાથે મકાનભાડા ભથ્થું (HRA) મળતું બંધ થાય છે.
  • મકાન જાળવી રાખવાની મર્યાદા (Retention):
    • બદલીના કિસ્સામાં: સામાન્ય રીતે ૨ માસ સુધી.
    • નિવૃત્તિના કિસ્સામાં: ૪ માસ સુધી (વિશેષ સંજોગોમાં).
    • મૃત્યુના કિસ્સામાં: પરિવારને ૧ વર્ષ સુધી મકાન રાખવા દેવામાં આવે છે.

મેગા મોક ટેસ્ટ (૧૦ પ્રશ્નો)

સ્કોર: 0 / 10

ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક પરીક્ષા માટે GCSR 2002 ના ૮ વિભાગોનો સારાંશ.

BEST OF LUCK FOR EXAMS! 🎓

Post a Comment

0 Comments